રવિવારે રાત્રે રશિયાએ યુક્રેન પર પોતાનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો. રશિયાએ 477 ડ્રોન અને 60 મિસાઇલો છોડી. રશિયાએ M/KN-23 બેલિસ્ટિક મિસાઇલો, ક્રુઝ મિસાઇલોથી હુમલો કર્યો. જોકે, યુક્રેનિયન વાયુસેનાએ આમાંથી 475 હુમલાઓને અટકાવ્યા.
યુક્રેનના રક્ષા મંત્રાલયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. અહેવાલો અનુસાર, આ હુમલા દરમિયાન એક મિસાઇલે યુક્રેનના F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. યુક્રેને કહ્યું કે આ હુમલામાં ફાઇટર જેટના પાઇલટ મક્સિમ ઉસ્તીમેન્કોનું મોત થયું છે.