હોળી-ધુળેટીના તહેવાર ટાણે જ રાજકોટ સહિત રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકોને પગાર નહીં ચૂકવતાશિક્ષકોમાં દેકારો મચી જવા પામ્યો છે. માર્ચ મહિનાના 12 દિવસ વીતી જવા છતાં ફેબ્રુઆરી માસનોપગાર હજુ સુધી નહીં ચૂકવતા શિક્ષકો રોષે ભરાયા છે.
રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને ભણાવતા આશરે 4500 જેટલા શિક્ષકોની પગારની અંદાજિત 38 કરોડ જેટલી રકમ થાય છે જે હજુ સુધી ચૂકવવામાં આવી નથી. સામાન્ય રીતે 1થી 5 તારીખ સુધીમાં પગાર થઇજતો હોય છે પરંતુ માર્ચમાં 12 દિવસ સુધી નહીં ચૂકવતાશિક્ષકોરોષે ભરાયા છે.
બુધવારે રાજ્યનાપ્રાથમિક શિક્ષકોના પગારની પ્રોસેસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને સંભવત: ગુરુવારે પગાર કરી દેવામાં આવે તેવી પણ સંભાવનાઓવ્યક્ત કરવામાં આવી રહી છે. જો ગુરુવારે પગાર નહીં થાય તો શુક્રવારે ધુળેટીની રજામાં બેંક બંધ હોવાથી પગાર થઇ શકશે નહીં. આવા સંજોગોમાં શનિવાર સુધી શિક્ષકોએ રાહ જોવી પડી શકે છે.કેટલાક શિક્ષકોએ કહ્યું કે, સરકારમાંથી સમયસર ગ્રાન્ટ આવી નથી, જેથી શિક્ષકોનો પગાર થયો નથી. મોટાભાગે શિક્ષકોને દર મહિને લોનના હપ્તા ભરવાના હોય તેઓને જો સમયસર પગાર ન થાય તો કેવી રીતે એ હપ્તો ભરી શકે.