હેલ્મેટ ન પહેરવા બદલ 42 વાહન ચાલકના લાઇસન્સ 3 માસ સસ્પેન્ડ

રાજકોટ આર.ટી.ઓ. કચેરી દ્વારા 3 કે તેથી વધારે વખત હેલ્મેટ પહેર્યા વગર પકડાયેલ વાહનચાલકોનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી હતી. નાયબ પોલીસ કમિશનર, ટ્રાફિક અમદાવાદ દ્વારા રાજકોટ આરટીઓને વાહન માલિકના લિસ્ટ સાથે વિગતો મોકલી હતી જેમાં 3થી વધારે વખત હેલ્મેટ ન પહેરીને પકડાયેલ વાહનોની વિગતો મોકલી હતી. આમ 3થી વધારે વખત પકડાયેલ વાહનચાલકોના કે જે રાજકોટ જિલ્લાના રહેવાસી હોય તેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે કુલ 58 લોકોને નોટિસ ફટકારી હતી તેમજ 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે, જેમાં 16 વ્યક્તિએ ખુલાસો કર્યો હતો પરંતુ અન્ય વાહનચાલકોએ યોગ્ય ખુલાસો રજૂ કરતા 42 લાઇસન્સધારકના 3 મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે.

ટુવ્હીલર ચાલક હેલ્મેટ ન પહેરે તો દંડ થઈ શકે છે અને તેમનું ડ્રાઈવિંગ લાઇસન્સ અમુક સમય માટે સસ્પેન્ડ થઈ શકે છે. અગાઉ ત્રણથી વધારે વખત પકડાયેલ વાહનચાલકોને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો હતો. નોટિસની મુદત 7થી 10 દિવસ સુધીની હોય છે. આ નોટિસ દ્વારા જે-તે વાહનચાલકને પોતાની રજૂઆત કરવા જણાવવામાં આવે છે. જો નોટિસમાં દર્શાવેલા દિવસની અંદર કોઈ વ્યક્તિ ન આવે તો તેમનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *