રાજકોટમાં 42.1 ડિગ્રી, 8મી સુધી હજુ હીટવેવની આગાહી

એપ્રિલ મહિનો શરૂ થતાં જ આગાહી પ્રમાણે કાળજાળ ગરમી શરૂ થઇ ગઈ છે. બુધવારે રાજકોટનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું. હજુ પણ આગામી 8 એપ્રિલ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના પોરબંદર ઉપરાંત ભાવનગર કચ્છ તથા દીવમાં હીટવેવ કે તેના જેવી સ્થિતિ રહેવાની સંભાવના છે. આ ભાગોમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. ચાર કલાકમાં રાજકોટનું મહત્તમ તાપમાન 8.8 ડિગ્રી ઘટ્યું હતું. સાંજે 5.30 કલાકે રાજકોટનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી હતું જે 8.30 કલાકે ઘટીને 31.6 ડિગ્રી થઇ ગયું હતું.

હવામાન વિભાગ દ્વારા 07 દિવસને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. એ મુજબ 08 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બુધવારે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ સીમાને લગતા જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવનોને લઈને ડિસકમ્ફર્ટની પરિસ્થિતિ 2થી 8 એપ્રિલ સુધી પ્રવર્તમાન રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 3થી 8 એપ્રિલ સુધી આવી પરિસ્થિતિ પ્રવર્તમાન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *