41 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો

રાજકોટના રાયડી ગામે રહેતાં પ્રવીણભાઈ બીજલભાઈ જેંનજરિયા (ઉ.વ.41) નામનો પુરુષ ઘર કંકાસથી કંટાળી ત્રણેક દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયો હતો. બાદ ગઈ કાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ ઉમરાળી ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદીર પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવકને તેની પત્ની સાથે અવાનવાર ઝગડાઓ થતાં હતાં તેઓને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું હતું. યુવકના મોત મામલે વિરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *