41 લાખના ચેક રિટર્ન કેસમાં ગોવર્ધન પાઇપના માલિકને બે વર્ષની સજા

શહેરમાં સંબંધના દાવે બનેવીના બનેવીને રૂ.41 લાખ ઉછીના આપ્યા બાદ તે પેટે તેમણે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે ગોવર્ધન પાઇપના માલિકને 2 વર્ષની સજા અને 1 માસમાં જ વળતર ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે અને જો આરોપી વળતર ચૂકવવામાં કસૂર કરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.

કુવાડવા રોડ પર આલ્ફા સ્કૂલ પાસે રહેતા દીપક જીવરાજભાઇ વણપરિયાએ ગોવર્ધન ચોકમાં રહેતા ગોવર્ધન પાઇપના નામે ધંધો કરતા આરોપી શૈલેષ વલ્લભભાઇ પોકિયા વિરુદ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરિયાદ દાખલ કરી હતી કે, ફરિયાદી બ્રિક્સ બનાવવાનો ધંધો કરે છે અને આરોપી ફેબ્રિકેશનમાં ઉપયોગી લોખંડ તેમજ ગેલ્વેનાઇઝના પાઇપ બનાવવાનો ધંધો કરે છે. અમો ફરિયાદીના બનેવીના આરોપી બનેવી થાય છે અને અમો પ્રસંગોપાત મળતા હોય આરોપીને ધંધામાં ખોટ જતા અને સ્થાવર મિલકતમાં રકમ બ્લોક થઇ જતા તે પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ફરિયાદી પાસેથી રૂ.50 લાખની માગણી કરી હતી.

ફરિયાદી પાસે રૂ.41 લાખની વ્યવસ્થા થતા ટૂંક સમય માટે આરોપીની મુશ્કેલી દૂર કરવા આ રકમ આપી હતી. જે પેટે આરોપીએ પ્રોમિસરી નોટ લખી આપી હતી અને પોસ્ટ ડેટેડ ચેક પણ લખી આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા નોટિસ આપવા છતાં નાણાં નહીં ચૂકવતા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *