નવી પોલીસી બનાવવાની માંગ સાથે આજે ગુજરાત ઈન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કુલ એસો.ના હોદેદારોએ કલેકટર કચેરી ખાતે અધિક કલેકટર ચેતન ગાંધીને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી. પ્રિ-સ્કૂલ એસો.ના હોદેદારોએ જણાવ્યું હતું કે રાજકોટમાં 700 સહિત રાજયમાં 40,000 જેટલી પ્રિ-સ્કૂલો આવેલી છે. પ્રિ-સ્કૂલની નોંધણી નિયમમાં વિસંગતતા રહેલી હોય અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થવા પામેલ છે.