4 વર્ષની બાળકી વીજથાંભલાને અડી જતાં મોત

શહેરમાં રૈયાધાર પાસે ચાલીને જતી ચાર વર્ષની બાળકી વીજથાંભલાના તાણિયાને અડી જતાં વીજશોક લાગતાં તેનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છે.

રૈયાધાર પાસેના મચ્છુનગર નજીક મફતિયાપરામાં રહેતી કિંજલ ભૂપતભાઇ ધધાણિયા નામની ચાર વર્ષની બાળકી તેની માતા સાથે નજીકમાં રહેતા તેના માસી ગૌરીબેનના ઘેર ગઇ હતી. બાદમાં માતા સાથે ચાલીને વરસતા વરસાદમાં ઘેર જવા નીકળ્યા હતા. દરમિયાન ઘર પાસે પહોંચતા વીજથાંભલાના તાણિયાને અડી જતાં વીજકરંટ લાગતાં ફેંકાઇ જતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ જોગડા સહિતે તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *