નર્મદા નદી પર કુતુબ મિનારની ઊંચાઈનાં 4 વેલ ફાઉન્ડેશન બનાવાયાં!

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભરૂચમાં નર્મદા નદી પર બનતો આ બ્રિજ એન્જિનિયરિંગની અજાયબી છે. 1.4 કિમી લાંબો આ બ્રિજ ગુજરાતના હિસ્સાનો નદી પરનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજ માટે નદીમાં 60 મીટર ઊંડા 25 વેલ ફાઉન્ડેશન ઉભા કરવામાં આવ્યા છે. 5 વેલ 70 મીટરથી વધુ ઊંડા છે, જ્યારે સૌથી ઊંડો વેલ ફાઉન્ડેશન 77.11 મીટર છે. એટલે કે, આ બ્રિજના 4 વેલ ફાઉન્ડેશન તો કુતુબ મિનારથી પણ વધુ ઊંચા છે. હાલ આ બ્રિજના 19 વેલ ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. વેલ ફાઉન્ડેશનનું કામ પૂરું થતાં સુપરસ્ટ્રક્ચરનાં નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે.

વેલ ફાઉન્ડેશન શું છે?
વેલ ફાઉન્ડેશન એ નદીઓમાં સ્થિત એક પ્રકારનો ઊંડો પાયો છે. જેનો ઉપયોગ પુલ જેવા ભારે માળખાને ટેકો આપવા માટે થાય છે. આ પ્રકારના પાયામાં એક ખોખલું, નળાકાર માળખું હોય છે, જે સ્થિરતા અને લોડ-બેરિંગ ક્ષમતા પૂરી પાડવા માટે ઇચ્છિત ઊંડાઈ સુધી જમીનમાં ડૂબી જાય છે. ઊંડા અને અસ્થિર સરફેસવાળી જગ્યાઓમાં આ પાયાનો ઉપયોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *