દિલ્હીના મુસ્તફાબાદમાં 4 માળની ઇમારત ધરાશાયી

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. કાટમાળમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRF અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે.

ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, એક ઘર ધરાશાયી થવાની માહિતી લગભગ 2:50 વાગ્યે મળી હતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હતા. પોલીસના સહયોગથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

શુક્રવારે રાત્રે દિલ્હીમાં અચાનક હવામાન બદલાઈ ગયું. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર મુસ્તફાબાદની ઇમારત પણ ધરાશાયી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *