વીજ અધિકારી સાથે નીકળેલા કારચાલક પર 4 શખ્સનો હુમલો

ટંકારાના મેઘપર ગામે રહેતા અને મોરબી ખાતે વીજ શાખામાં કોન્ટ્રાક્ટ પર કાર મૂકી ડ્રાઇવિંગ કરતા અશોકસિંહ મહિપતસિંહ ઝાલા તેની કારમાં એમડી, જુનિયર એન્જિનિયર સહિતને લઇને રાજકોટ મોરબી રોડ પર વીજચેકિંગમાં નીકળ્યા ત્યારે દર્શન હોટેલ પાસે યુવકની લાકડી કારને અડી જતા તેને ધ્યાન રાખવાનું કહેતા તેને ઝઘડો કરી અન્યને બોલાવી લાકડી વડે હુમલો કરી નાસી ગયા હતા. સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.

કુવાડવા પોલીસે તપાસ કરતા હુમલો કરનાર હડાળાનો મનોજ ગેલાભાઇ ભરવાડ, વિપુલ વકાતર અને બે અજાણ્યા શખ્સ હોવાનું ખ્ૂલતા પોલીસે અશોકસિંહની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *