75 વેપારી પાસેથી 4 કિલો પ્લાસ્ટિક ઝડપાયું

રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત ત્રણેય ઝોન વિસ્તારનાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તેમજ ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 75 આસામી પાસેથી 4.350 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી, ગંદકી કરતા આસામી પાસેથી 17,450નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આ પૈકી સેન્ટ્રલ ઝોનમાંથી 8,050, વેસ્ટ ઝોનમાંથી 5,250 અને ઈસ્ટ ઝોનમાંથી 4,150ની વસુલાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *