સોનીબજારમાં બોઘાણી શેરીમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે જે અંગેની બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી માનિકજુલ સકોબાર શેખ, કૌસરઅલી ગોકુરઅલી શેખ, સાજાહાન સિરાજભાઈ મહમદ, અબ્દુલ મુજિદ મલ્લાને ઝડપી 10,430ની મતા કબજે કરી છે.
બીજા દરોડામાં થોરાળામાં બાલકૃષ્ણ સોસાયટી આંબાવાડીના ખૂણે ઓરડીમાં પોલીસે દરોડો પાડતા રાજુ કુશવાહ, મુકેશસિંગ કુશવાહ, ધરમપાલ કુશવાહ, ગંભીરસિંહ રાજપૂતને ઝડપી પાડી 10,540ની મતા સાથે ઝડપી ગુનો નોંધ્યો હતો. જ્યારે કુબલિયાપરા શેરી નં-5માં જાહેરમાં જુગાર રમતા રેખાબેન પરમાર, દિવ્યાબેન દેવડા, નસીમબેન પીંજારાને પકડી પાડી 10,100ની મતા કબજે કરી હતી. એરપોર્ટ રોડ પર જાહેરમાં જુગાર રમતા આશાબેન થારતિયા, કાજલબેન મોસપરા, મીનાબેન વઢિયારા, પોપટ ટુવડિયાને પકડી 11,740ની મતા કબજે કરી હતી. ભક્તિનગર પોલીસે ગોંડલ રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહની સામેની ખુલ્લી જગ્યામાં પત્તાં ટીચતાં રફિક ભાણુ, ભરત પીઠડિયાને ઝડપી 1030ની મતા કબજે કરી હતી.