રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના કેસ 1માંથી વધીને 4 થઈ ગયા છે. જ્યારે મેલેરિયા અને ચિકનગુનિયાનો એક-એક કેસ નોંધાયો છે. જેની સામે ગત અઠવાડિયે વરસાદને કારણે સામાન્ય તાવ અને શરદી ઉધરસના કેસમાં વધારો થયો હતો. જો કે, આ અઠવાડિયે વરસાદ ના હોવાથી વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં ઘટાડો થયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના 4 તો મેલેરિયા અને ચિકનગુનિયાનો 1-1 કેસ સામે આવ્યો છે. ગત અઠવાડિયે વરસાદને કારણે સામાન્ય તાવના કેસમાં વધારો હતો. જોકે તેમાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તેની સામે ડેન્ગ્યુના ત્યાં એકમાંથી વાઢીને ચાર થઈ ગયા છે.