ઇક્વિટી સાથે પ્રાઇમરી માર્કેટમાં સંગીન સ્થિતિ સપ્તાહમાં 4 કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશશે

ઇક્વિટી માર્કેટની સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ મજબૂત સ્થિતી જોવા મળી છે. મેઇનબોર્ડની તુલનાએ એસએમઇ કંપનીઓ ઝડપી વિસ્તરણની પ્રક્રિયા હાથ ધરી રહી છે જેના કારણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 102થી વધુ કંપનીઓ આઇપીઓ યોજી ચૂકી છે. આગામી 3-4 માસમાં હજુ 30થી વધુ કંપનીઓ આઇપીઓ યોજે તેવો અંદાજ છે. જ્યારે મેઇન બોર્ડમાં માત્ર 21 કંપનીઓ જ આઇપીઓ યોજ્યા છે.

આર્કેડ ડેવલપર્સ લિમિટેડે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું: આર્કેડ ડેવલપર્સ લિમિટેડે સેબી સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં રૂ. 430 કરોડનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. કંપની ભંડોળનો ઉપયોગ તેના વર્તમાન પ્રોજેક્ટ્સ અને તેના આગામી પ્રોજેક્ટ્સની દરખાસ્ત ધરાવે છે.

જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડે આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું: સીએનસી મશીનના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા અને દેશમાં બારમા ક્રમે માર્કેટ હિસ્સો ધરાવતી અગ્રણી ઉત્પાદક જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડે સેબી સમક્ષ આઈપીઓ માટે DRHP ફાઇલ કર્યો છે. આઈપીઓમાં રૂ. 1000 કરોડનો ફ્રેશ ઈશ્યૂ સમાવિષ્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *