38 દેશો સાથે પોતાની શરતો પર ડીલ કરી રહ્યા છીએ

PM નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે આર્થિક તાકાત અને સ્થિર નીતિઓથી ભારત પોતાની શરતો પર કરારો કરી રહ્યું છે. ભારત 38 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર કામ કરી રહ્યું છે. FTA થી ટેક્સટાઇલ, લેધર અને MSMEs ને નવા બજારો અને વધુ નિકાસની તકો મળશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં મોદીએ કહ્યું કે આ વર્ષનું બજેટ દેશના વિકસિત ભારત બનવાના લક્ષ્યને દર્શાવે છે. આ બજેટ કોઈ મજબૂરીમાં લેવાયેલો નિર્ણય કે ‘હવે નહીં તો ક્યારેય નહીં’ જેવી ક્ષણ નથી.

મોદીએ UPAના સમયના આર્થિક ગેરવહીવટની ટીકા કરી. તેમણે કહ્યું કે UPA શાસનમાં વાતચીત શરૂ થતી હતી અને પછી તૂટી જતી હતી. લાંબી વાતચીત છતાં કોઈ ખાસ પરિણામ આવ્યું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *