જ્યોતિબેન વિશાલભાઈ વાઘેલા (ઉ.વ.35)એ આજે સવારે 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવારની પ્રાથમિક પુછપરછમાં જ્યોતિના લગ્ન 15 વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં એક પુત્ર તેમજ એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. તેમના પતિ સફાઈ કામ કરે છે. આજે સવારે તેમનો પુત્ર ઊઠી જોયું ત્યારે તેમની માતા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ તુરંત પિતાને જગાડ્યા હતા અને પતિ વિશાલે જ્યોતિને તાત્કાલિક નીચે ઉતારી લીધી હતી. ઘરના બીજા સભ્યો આવી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસ્મોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવ કિશન ભાનુભાઈ ચારોલીયા (ઉં.વ.18) ગઈકાલે સાંજે ચાર વાગ્યાં આસપાસ ન્યારી ડેમ પાસે બેભાન હાલતમાં પડ્યો હતો જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું અને પિતા પુત્ર બન્ને મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત યુવાનને નશો કરવાની ટેવ હોવાં પણ સામે આવ્યું છે. હાલ બનાવ અંગે જાણ થતા રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે