રાજકોટ પોલીસ આગામી 31 ડિસેમ્બરને લઈને ખૂબ સતર્ક છે. છેલ્લા એકાદ સપ્તાહથી વાહન ચેકીંગ સહિત વિવિધ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આજે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે શહેરની વિવિધ હોટલો, બાગ-બગીચાઓ સહિતના જાહેર સ્થળોએ પણ એસઓજીની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન જે કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તેની તલાશી લેવા સહિતની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર સુધી આગામી દિવસોમાં પણ શહેરના તમામ સ્થળોએ ચેકીંગ કરવામાં આવનાર છે.