એક કેન્સર વોરિયર યુવતીના, જેને પાંચ વર્ષની કુમળી વયે બ્લડકેન્સર થયું હતું. દેશમાં પહેલીવાર રાજકોટમાં સમગ્ર ગુજરાતમાંથી 3000 કરતાં વધુ કેન્સર વોરિયર્સ તેમજ તેમનાં પરિવારજનો એકસાથે ગરબે ઘૂમ્યાં હતાં. કેન્સર એટલે કેન્સલ નહીં. કેન્સર મટી શકે છે, કેન્સરને હરાવી શકાય છે. કેન્સર સામે જિંદગીનો જંગ જીતી શકાય છે એવો મેસેજ આપી કેન્સર યોદ્ધાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. 108 કેન્સરગ્રસ્ત બહેનોએ દેવી કવચની સ્તુતિ સાથે શક્તિનો શંખનાદ કરી જુસ્સો દેખાડ્યો હતો.
કેન્સરના રોગ અંગે જાગૃતિ લાવવા તથા કેન્સર વોરિયર્સમાં જોમ જુસ્સો વધારવા અને સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં ક્લબ યુવીના સહયોગથી સંત મોરારિબાપુની વિશેષ ઉપસ્થિતિમાં ‘કેન્સર વોરિયર્સ નવરાત્રિ ઉત્સવ 2024’નું આયોજન કર્યું છે, જેમાં કુલ 3000થી વધુ કેન્સર વોરિયર્સે ગરબે ઘૂમી કેન્સરને હરાવવા શક્તિનો શંખનાદ કરી કેન્સરના જંગમાં જીતનો જુસ્સો દર્શાવ્યો હતો.