રાજકોટમાં 3000 સ્કૂલ વાહન ચાલકો આકરા પાણીએ જોવા મળ્યા છે. કારણ કે, માત્ર રાજકોટમાં સ્કૂલ વાનમાં 20નું સ્પીડ ગવર્નર છે, ત્યારે રાજકોટ સ્કૂલવાન એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ટેક્સી પાસિંગમાં 20ની સ્પીડનું ગવર્નર અને CNG કીટ પર બાંકડા ન મૂકવા તેઓ કોઈ નિયમ નથી. તો આ નિયમ માત્ર રાજકોટમાં શા માટે લાગુ પાડવામાં આવે છે. 3,000 જેટલા ડ્રાઇવર સ્કૂલ વાનના બિઝનેસ પર નભે છે, ત્યારે તેમના આર્થિક જીવન નિર્વાહનો પ્રશ્ન પણ ઊભો થયો છે. અત્યારે ભાજપના એક પણ નેતા અમારો હાથ પકડવા તૈયાર નથી. આ જ રાજકોટ મહાનગરપાલિકાને કોરોના કાળ દરમિયાન 800 સ્કૂલ વાન આપી હતી. જેથી આ બાબતે કલેકટર અને RTO અધિકારી સત્વરે યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે.
20ની સ્પીડે વાન ચલાવવું શક્ય નથી
રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનના વિજયસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, TRP ગેમ ઝોનના પીડિતોને અમે દિલસોજી પાઠવીએ છીએ, પરંતુ હાલ સરકાર દ્વારા નવા નવા નિયમો બહાર પાડી સ્કૂલ વાંચવા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. નવા નવા નિયમો બનાવી RTO દ્વારા ટેક્સી પાસિંગ કરવામાં આવતી નથી. જોકે નવા નિયમ મુજબ, ટેક્સી પાસિંગ માટે 20નું સ્પીડ ગવર્નર નાખવાનું કહે છે. જોકે તે શક્ય નથી કારણ કે બજારમાં 20નું સ્પીડ ગવર્નર મળતું નથી અને 20ની સ્પીડે વાન ચલાવવું શક્ય નથી.