મેઘતાંડવથી પોરબંદરની 3 ટ્રેન રદ

વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે. 3 ટ્રેન રદ કરવામા આવી છે. 3 ટ્રેન આંશિક રદ થઈ છે, જ્યારે 2 ટ્રેનના સમયમા ફેરફાર કરવામા આવ્યો છે. રેલ વ્યવહારને અસર થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રેન નંબર 12949 પોરબંદર-સંતરાગાછી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે રાજકોટથી દોડશે. આમ આ ટ્રેન પોરબંદર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ટ્રેન રાજકોટથી તેના નિર્ધારિત સમય 13.20 કલાકના બદલે 6 કલાકના મોડી એટલે કે 19.20 કલાકે ઉપડશે.

ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *