રાજકોટમાં 1 ઈંચ વરસાદમાં 3 સ્કૂલ બસ

ગુજરાતના ચાર મહાનગરોમાં હજી તો ચોમાસુ જામ્યું પણ નથી. ત્યારે રાજકોટ અને સુરતમાં સામાન્ય વરસાદમાં મહાનગપાલિકાએ કરેલી પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલવા લાગી છે. રાજકોટમાં ગઈકાલે માત્ર એક ઈંચ વરસાદમાં ઠેર ઠેર રસ્તાઓમાં વાહનો ફસાઇા હતા. જેમાં આજે 3 સ્કૂલ બસ કાદવમાં ફસાઈ હતી તો ગઈકાલે 4 કાર રસ્તાઓમાં ફસાઇ હતી. જ્યારે સુરતમાં તો સામાન્ય વરસાદમાં રસ્તાઓ બેસવાનું શરૂ થયું છે. એક ટ્રકનું ટાયર ત્રણ ફૂટ સુધી રોડમાં ઘૂસી જતા લોકોમાં પણ ભયનો માહોલ છે.

રાજકોટના કોઠારિયા રોડ પર બાલાજી પાર્ક સોસાયટી પાસે કાદવમાં ફસાઇ જતા છકડો રિક્ષા પલટી મારી જવા પામી હતી. આજ સમયે બાજુમાંથી મોટર સાયકલ પસાર થતા તે પણ પલટી મારી ગયું હતું અને બનાવના પગલે રિક્ષા તેમજ બાઈકચાલક બન્નેને ઇજા પહોંચતા 108 મારફત સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *