પોલીસમેનની હત્યામાં સાક્ષીના ભાઇ સહિત 3 પર હુમલો

શહેરમાં આઠ વર્ષ પહેલાં કુખ્યાત પેંડા અને તેની ટોળકીએ પોલીસમેનની હત્યા હતી. જે કેસમાં તાજના સાક્ષીના ભાઇને કોઠારિયા રોડ પર આંતરી યુવક અને તેના બે મિત્ર પર છરી વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી ‘મારા કેસમાં નડતો નહીં નહીંતર મારી નાખીશ’ કહી ધમકી આપી રાજો જાડેજા સહિતની ટોળકી નાસી ગયાની ફરિયાદ કરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

કોઠારિયા ગામમાં ગોકુલપરામા રહેતા અને છૂટક મજૂરીકામ કરતા રમેશભાઇ દેવરાજભાઇ ગજેરાએ ફરિયાદ કરી હતી. જેમાં અારોપી તરીકે રાજા જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પીયૂષ સોલંકી, મનીયો મિસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે રાત્રીના તેના મિત્રો દિવ્યેશ ઠુમ્મર, દેવ ટાંક, દેવાંગભાઇ પટેલ, તુષારભાઇ વાઘેલા સાથે કારમાં બેસી ગોંડલ ચોકડીથી હુડકો બસસ્ટેન્ડ પાસે ચા પીવા ગયા હતા અને ત્યાંથી તેના ઘેર જતા હતા ત્યારે થોડે આગળ જઇને દૂધ લેવા કાર ધીમી પાડતા તે દરમિયાન પાછળથી ટ્રિપલસવાર ત્રણ બાઇકમાં આવેલા રાજો જાડેજાએ કાર ઊભી રાખી અને તમે બધા નીકળો અને રમેશને ઉતારી દે તેની સાથે મારે માથાકૂટ કરવી છે તેમ કહેતાં દિવ્યેશભાઇએ કાર ઊભી રાખી ન હતી જેથી રાજાએ કારના કાચમાં બોટલ મારી કાચ ફોડી નાખી હાથ નાખી ચાવી કાઢી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *