DGP વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન

અંતે ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય 30 સપ્ટેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે. સહાય આજે વય નિવૃત થવાના હોઈ, ગુજરાત પોલીસ ભવનમાં તેની વિદાયની જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી અંતિમ કલાકોમાં વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કરાતા નવા ડીજીપી કોણ એની ચર્ચા પર હાલ તો ત્રણ મહિના સુધી પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. વિકાસ સહાય 30 સપ્ટેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે.

હાલના કાર્યરત ડીજીપી વિકાસ સહાયે એક જિલ્લામાં એસપી તરીકે કામ કર્યા બાદ સામાન્ય રીતે સાઇડલાઈન મનાતા હતા. રાજ્યમાં એક જ સરકાર હોવા છતાં તેઓ લાંબો સમય, એટલે કે ત્રણ પ્રમોશન સાથેનો સમય સાઇડ પોસ્ટિંગમાં ગાળ્યો હતો, જેમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, કરાઇ પોલીસ એકેડમી સહિત સાઇડની જગ્યાઓ પર ફરજ બજાવી હતી. દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા નિવૃત્ત થયા બાદ તેમનો ચાન્સ લાગ્યો હતો, કેમકે તેઓ સિનિયોરિટીમાં આવતા હતા અને તેઓ નોકરીના સમયમાં નિર્વિવાદ રહ્યા છે. જોકે છેલ્લે તેમના કાર્યકાળ દરમિયાન એસએમસીની સીઆઇડી ક્રાઇમમાં તપાસ ચર્ચાનો વિષય બની હતી, જોકે એસએમસીની કાર્યવાહી દરમિયાન તેમને સ્થાનિક પોલીસથી લઇ ‘ચોક્કસ પ્રવૃત્તિમાં જોડાયેલા’ પોલીસકર્મીઓ સામે કડકાઇથી કાર્ય ન કર્યું અને એના કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *