સોનાના ઘરેણાંની ઠગાઈ કરતી ટોળકીના 3 શખસો ઝડપાયા

રાજકોટમાં સોનાના ઘરેણાની ઠગાઈ કરતી ટોળકીના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ફરિયાદી પલ્લવીબેન વડોદરિયા એ એડમિશન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 25 નવેમ્બરના રોજ તે પોતાના પતિ કિરણભાઈ સાથે ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી કરવા ગયા હતા, ત્યારે એક અજાણી મહિલા ત્યાં આવી હતી અને કહ્યું હતું કે, આપણી સામે જે બહેન છે તેમની પાસે ઘણા પૈસા છે અને તેને જયપુર જવું છે તો તમે તે પૈસા ગણી આપો તેમ કહ્યું હતું બાદમા બન્ને મહિલાએ કઈક કરી નાખતા પલ્લવી બેને સોનાની બે બંગડી, ચેઈન અને પેંડલ આપી દીધા હતા બાદમાં તેમને આપેલ બેગમાં ઉપર રૂપિયા 500ની નોટ હતી અને નીચે કોરા કાગળ હતા.

જોકે, દરમિયાન બંને મહિલાઓ નાસી છૂટી હતી. જોકે, આરોપીઓ રાજકોટથી વડોદરા પહોંચતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી અને ઝડપી લેવામાં આવ્યા હતા તેઓ મૂળ દિલ્હીના હતા અને તેનું નામ રુહી સીતારામરુહી બાવરી, પૂનમ સોનુ હારીમલ અને વિશાલ શયામલ બાવરી હતુ. ત્રણેય આરોપી સામે વડોદરાના રાવપુરા અને સુરતના પાંડેસરા અને લિંબાયત એમ બંને વિસ્તારમાં ગુના નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *