રાજ્યના હવામાન વિભાગ દ્વારા 3 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મોડીરાત્રથી ગોંડલમાં વરસાદ શરૂ થયો હતો. ગોંડલમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાએ વરસવાનું શરુ કરી દેતા મંગળવારની સવાર સુધી વરસાદ વરસી જતા શહેર અને પંથકમાં ગત રાત્રી દરમિયાન 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગત રાત્રી દરમિયાન ભારે પવન સાથે વરસાદ વર્ષયો હતો. વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગોંડલ શહેરની ગોંડલી નદીમાં પુર જોવા મળ્યું હતું.
ગોંડલ લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી રહે છે. તે ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતાજ ડેમમાં પાણીની આવક જોવા મળી છે. ડેમમાં પાણીની સપાટી 24 ફૂટે પહોંચી છે. ડેમમાં હાલ 7584 ક્યૂસેક પાણીની આવક છે. ભાદર ડેમની ઉંડાઇનું લેવલ 34 ફૂટ છે.