મોંઘવારીથી પરેશાન PAKમાં 3 ઈંચની સેન્ડવિચ

અમેરિકાની ફાસ્ટ ફૂડ ચેઈન સબવેએ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં ત્રણ ઈંચની સેન્ડવિચ લોન્ચ કરી છે. પહેલીવાર આ ફાસ્ટ-ફૂડ ચેને વૈશ્વિક સ્તરે સેન્ડવિચનું મિની વર્ઝન લોન્ચ કર્યું છે. તેની કિંમત 360 પાકિસ્તાની રૂપિયા છે.

સબવે સામાન્ય રીતે 6-ઇંચ અને 12-ઇંચની સેન્ડવિચ વેચે છે, પરંતુ પાકિસ્તાનમાં લોકોની ખરીદશક્તિને ધ્યાનમાં રાખીને, તેણે મેનૂમાં મિની સેન્ડવિચ ઉમેરી છે. વધતી કિંમતોનો સામનો કરવા માટે, પાકિસ્તાનમાં ઘણી રેસ્ટોરન્ટ્સે ભાવમાં વધારો કર્યો છે અથવા જથ્થામાં ઘટાડો કર્યો છે.

પાકિસ્તાનમાં મોંઘવારી બે આંકડામાં પહોંચી ગઈ છે. ઓગસ્ટમાં અહીં વાર્ષિક ધોરણે મોંઘવારી દર 27.38% હતો. પાકિસ્તાનમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે ખાદ્યપદાર્થોનો ફુગાવો 38.5% પહોંચી ગયો છે. એક વર્ષ પહેલાં ઓગસ્ટમાં તે 6.2% હતો.

વધતી મોંઘવારી સામે લોકો રસ્તા પર ઊતરી આવ્યા
તાજેતરમાં જ પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અને વીજળીના બિલના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. લાહોર, કરાચી અને પેશાવરથી વેપારીઓએ દેશભરમાં દુકાનો બંધ કરી દીધી હતી. જ્યારે કાર્યકારી વડાપ્રધાન અનવર ઉલ હક કાકરને વધતી મોંઘવારી પર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે લોકોએ બિલ ચૂકવવા પડશે. આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *