ગોમટા ચોકડી પાસે ગોડાઉનમાંથી મગફળીની ચોરી કરનાર 3 પકડાયા

ગોમટા ચોકડી પાસે સરકારી મગફળીની ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ મુદ્દા માલ સાથે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૧/૦૪/૨૦૨૫ ના રાત્રીના સમય દરમ્યાન ફરી.ના ગોંડલ તાલુકાના ગોમટા ચોકડી પાસે આવેલ હરસિધ્ધી કેડરફીડ નામના ગોડાઉનમાં સરકારે ખરીદી કરેલ મગફળીની કૂલ ૨૮૭ બોરી જેની કુલ કિ.રૂ.૭,૪૯,૦૭૦/- ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ લખાવતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી નવીન ચક્રવર્તી સહિતનાઓએ તુરંતજ ગોંડલ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રહી અલગ-અલગ ટીમો બનાવી અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા માટે નજીકમાં આવેલ તમામ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ જુદા-જુદા કારખાના તેમજ રોડ રસ્તાના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરેલ તેમજ ગોડાઉનની નજીકમાં આવેલ કારખાનામાં કામ કરતા અને રાત્રી દરમ્યાન કારખાનામાં રહેતા માણસોની પુછપરછ કરતા જાણવા મળેલ કે રાત્રીના સમયે બે આઇસર વાહનો ગોડાઉન તરફ જતા જોવામાં આવેલ અને આઇસરની આગળ મોટર સાયકલ લઇને ગોમટા ગામનો વિજય રાઠોડ જોવા મળેલ જે હકિકત આધારે વિજય રાઠોડને પકડી યુક્તિપ્રયુક્તીથી પુછપરછ કરતા તેણે જણાવેલ કે તેની સાથે ગોમટા ગામના દિપક વાસાણી તથા મયુર બગડા એમ ત્રણેય ઇસમોએ સાથે મળી ભાડાથી બે આઇસર વાહનો મંગાવી ગોડાઉનમાંથી મગફળી ચોરી કરેલાની કબુલાત આપી હતી.

ચોરી કરેલ મગફળીની બોરીઓ દિપક વાસાણીની ગોમટા ગામની સીમમાં આવેલ વાડીએ સંતાડેલાનું જણાવતા હોય જેથી ગોમટા ગામની સીમમાં દિપક વાસાણીની વાડીએ જઇ ચેક કરતા ચોરી થયેલા મગફળીની કૂલ ૨૮૭ બોરી મળી આવતા મજકુર ઇસમોને ગોંડલ તાલુકા પોલીસે બી.એન.એસ.કલમ ૩૦૫, ૩૩૧ (૩), ૩૩૧ (૪)મુજબ ગુનો નોંધી ચારેય ઇસમો વિરૂધ્ધ ગુન્હાના કામે કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *