3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, પોર્ટ પર LC 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદ સહિતના બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *