27 અને 28 સપ્ટેમ્બરના રોજ વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે આજથી 30 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં 27, 28, 29 અને 30 સપ્ટેમ્બર પર ભારે વરસાદની ચેતવણી અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર રીજનમાં 30 સપ્ટેમ્બરએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 સપ્ટેમ્બર ના રોજ વાવાઝોડાની આગાહી છે. વાવાઝોડા દરમિયાન પવનની ગતિ કલાકના 30 થી 40 કિલોમીટર રહેવાની શક્યતા છે.

માછીમારો માટે અત્યારે કોઈ એલર્ટ નથી, પરંતુ 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન, પવનની ગતિ કલાકના 40 થી 50 કિલોમીટર અને ઝાપટાં સાથે 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *