સૌરાષ્ટ્ર ભરના હિન્દુ મુસ્લિમો ની આસ્થાનું કેન્દ્ર, સૌરાષ્ટ્ર ભરમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા, ગરીબો ના બેલી દુઃખી દિલો ના સહારા એવા હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાની બાપુ ના ઉર્ષ ના મેળા ની ઉજવણી એકતા અને વિવિધતા સાથે કરવામાં આવશે હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાની ના ખાદીમ સૈયદ યાકુબ મિયા ગુલામ મહ્યોદ્દીનન સૈયદ અસગર મિયા ગુલામ મહ્યોદ્દીનન સૈયદ અહેમદ મિયા મોહંમદ હુસેન મિયા સૈયદ પીર એ તરીકત સૈયદ મેહમુદ મિયા મોહંમદ હુસેન મિયા વગેરેની અધ્યક્ષતામાં ઉર્ષ મેળાની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે. ઉષ મેળા અંગે દરગાહ શરીફ ના ખાદીમ પીર એ તરિકત સૈયદ મહેમુદ મિયા મોહંમદ હુસેન મિયા એ જણાવ્યું હતું કે 28 નવેમ્બર ગુરુવાર થી ઉર્ષ ના મેળા નું પ્રારંભ થશે 4 દિવસ સુધી ઉર્ષ ની ખુબજ એકતા, વિવિધતા સાથે ઉજવણી કરાશે અને 4 દિવસ સુધી સાંજે ખાદીમ દરગાહ ની ઉપસ્થિતિ માં સલામી બાદ માં દુઆ એ ખેર અને રાત્રે 10 કલાકે મહેફિલ મિલાદ શરીફ સહિત ના કાર્યક્રમો યોજાશે.
તા 28 નવેમ્બર ગુરુવાર ના બપોરે 3 કલાકે દરગાહ શરીફ ના ખાદીમની ઉપસ્થિતિમાં ખાદીમ દરગાહ નું સન્માન અને બાદ માં વિશાળ સંદલ શરીફ નીકળશે જે. દરગાહ શરીફ પર થી પ્રારંભ થાઈ અને લાખાપીર મેઇન બજાર ત્રણ દરવાજા થઈને રાત્રે 8 કલાકે દરગાહ શરીફ પર પૂર્ણ થશે અને જંબુરના સીદી બાદશાહ નું આદિવાસી નૃત્ય આકર્ષણ નું કેન્દ્ર બનશે ઉર્ષ ના મેળા માં ચાર દિવસ સુધી હિન્દુ મુસ્લિમો દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચડાવી, શીશ જુકાવી, ધન્યતા અનુભવશે. ઉર્ષ ના અંતિમ દિવસે તા 2 નવેમ્બર સોમવારે વહેલી સવારે દરગાહ શરીફ ને ગુસલ શરીફની રસમ અને સવારે 8 કલાકે કુલ શરીફ ની રસમ બાદ ઉર્ષ મેળાની પુર્ણાહુતિ થશે ઉર્ષ ના મેળામાં પધારવા દરગાહ શરીફ ના ખાદીમ એ એક યાદી માં જણાવેલ છે.