રાજકોટમાં નવા 150 ફૂટ રીંગ રોડ પર પરસાણા ચોક પાસેથી દારૂના જથ્થા ભરેલા ટ્રકને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડી રૂપિયા 24,64,154નો મુદ્દામાલ કબજે કર્યો છે. 150 ફૂટ રીંગ રોડ પર પરસાણા ચોક પાસે શંકાસ્પદ ટ્રક ઊભો હોવાની ચોક્કસ બાતમી પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને GJ.03.W.8519 માંથી વિદેશી દારૂની 300 બોટલ, ટ્રક કિંમત 7,00,000 મળી કુલ રૂ.24,64,154નો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રક નંબરના આધારે ટ્રક માલિક અને ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે.