24 કલાકમાં ગેરંટી સાથે પાર્સલની ડિલિવરી

હવે તમે ઇન્ડિયા પોસ્ટ દ્વારા તમારા જરૂરી દસ્તાવેજો અથવા પાર્સલ 24 કલાકની અંદર મોકલી શકશો. ભારતીય ટપાલ વિભાગે આજે 17 માર્ચે 3 નવી પ્રીમિયમ સેવાઓ શરૂ કરી છે.

આ સેવામાં તમને ટપાલ વિભાગ તરફથી લેખિત ગેરંટી મળશે. ખાસ વાત એ છે કે જો નિર્ધારિત સમયમાં ડિલિવરી ન થઈ તો ‘મની-બેક ગેરંટી’ હેઠળ તમને પૂરા પૈસા પાછા મળશે.

દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.

આ શહેરોમાં ડિલિવરીની સમયમર્યાદા પૂરી કરવા માટે વિભાગે અલગથી પ્રોસેસિંગ યુનિટ્સ બનાવી છે અને પાર્સલ મોકલવા માટે વિમાનનો ઉપયોગ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *