ગુડ ટાઇમ્સ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના સંસ્થાપક સ્વ.નિરવભાઇ ભાખરની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ‘કરુણા કુંભ-2026’નું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં 2 દિવસથી 10 લોકકલ્યાણકારી પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આ આયોજનમાં ‘રક્તદાનથી અંગદાન સુધી અને શિક્ષણથી સ્વાસ્થ્ય સુધી’ના મંત્ર સાથે સેવાપ્રવૃત્તિ હાથ ધરાઇ હતી. આ તકે કાર્યક્રમનો પ્રારંભ સભ્યોની દીકરીઓ તથા બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમથી થયો તથા કાર્યક્રમના અંતે રાત્રિના ધૂન-ભજનનું પણ આયોજન કરાયું છે.
માતા-પિતા વિનાના વિદ્યાર્થીઓને 276 ચોપડાનું વિતરણ બે દિવસના આયોજનમાં રક્તદાનમાં 573 રક્તની બોટલ એકત્રિત થઇ, સર્વરોગ નિદાન કેમ્પમાં 2206થી વધુ લોકોએ નિષ્ણાત તબીબ પાસે નિ:શુલ્ક તપાસ કરાવી જેમાં 15 દિવસ સુધીની નિ:શુલ્ક દવા ઉપરાંત જરૂરી રિપોર્ટ, આંખના નંબર તપાસી નિ:શુલ્ક ચશ્મા વિતરણ કર્યું, 263 ફ્રી થેલિસિમિયા ટેસ્ટ, 41 લોકોએ અંગદાનના સંકલ્પ પત્રો ભર્યા, માતા-પિતા વિનાના 23 વિદ્યાર્થીને 276 ચોપડા વિતરણ, 450થી વધુ બાળકોને બટુક ભોજન, ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું.