રાજકોટમાં 211 ફિક્સ પગારદાર કાર્મચારીઓ નોટિસ મળતા હાજર થયા

રાજકોટ સહિત રાજ્યભરના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ બેમુદતી હડતાલ ઉપર ઉતરી જતા સરકાર દ્વારા તમામ હડતાલીયા કર્મચારીઓ સામે એસ્માનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. તમામ 580 કર્મચારીઓને સર્વિસ બ્રેકની નોટિસ ફટકારવામાં આવતા કર્મચારીમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં કુલ 211 ફિક્સ પગારદાર કાર્મચારીઓ નોટિસ મળતા જ હાજર થયા છે. જ્યારે અન્ય 331 કર્મચારીઓ ફરજ ઉપર પરત નહીં આવતા ખાતાકીય તપાસની શક્યતા છે.

પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે એક સપ્તાહથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની કામગીરીની અસર પહોંચી છે. જેમાં મુખ્યત્વે રસીકરણ, સર્વેલન્સ તેમજ મેલેરિયા નાબુદી સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જેને લઈ સરકારે હડતાલીયા કર્મચારીઓને કામ ઉપર પહોંચી જવા માટે તાકીદ કરી હતી. આમ છતાં પણ આરોગ્ય કર્મચારીઓ કામ ઉપર નહીં પહોંચતા તેની સામે એસ્મા લાગુ કરવાની ચિમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *