જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિન

યશ પટવર્ધન ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર ‘ગલ્ફ ઓફ કચ્છ’ના મરીન નેશનલ પાર્કમાં વન વિભાગ દ્વારા ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન સરવે કરાયો. જેમાં જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિન જોવા મળી. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF)ના રિપોર્ટ મુજબ ભારતમાં અંદાજીત 2 હજાર જેટલી ડોલ્ફિન છે. એટલે કે ભારતની 10 ટકા ડોલ્ફિન જામનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં છે. કચ્છના અખાતમાં અનેક દરિયાઈ પ્રજાતિઓ રહે છે જેમ કે, ડ્યુગોંગ્સ, ડોલ્ફિન, પોર્પોઇઝ વગેરે, પરંતુ માનવ પ્રવૃત્તિઓ અને આબોહવા પરિવર્તનના કારણે દરિયાઈ પ્રાણીઓ માટે જોખમો ઉદ્ભવે છે. તેથી મરીન નેશનલ પાર્કનું કામ તેમના સંરક્ષણ માટે જોખમોને સમજવું અને તેનું સમાધાન કરવાનું છે. આ વિસ્તાર ઉચ્ચ પ્રોડક્ટિવ ઈકોસિસ્ટમ ધરાવતો વિસ્તાર છે. જેમાં મેન્ગ્રોવ જંગલો, રેતિયાળ દરિયાકિનારા, હજારો વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ છે.

ગુજરાતના દરિયાકાંઠાઓના ઊંડાણમાં અનેક અજાયબીઓ હોઈ શકે છે. આ રિપોર્ટમાં ડોલ્ફિનના જટિલ જીવન, તેમની રમતિયાળ ક્રિયા-પ્રતિક્રિયાઓ, તેમને તેમના જળચર નિવાસસ્થાનમાં અને આગળના માર્ગમાં જે પડકારોનો સામનો કરવો પડે છે. તે દર્શાવાયું છે. ભવિષ્યમાં ઇકો ટુરીઝમને વધારવામાં ડોલ્ફિન ક્રુઝ પણ ચલાવશે. એવું જોવા મળ્યું છે કે, ડોલ્ફિન રીએક્ટિવ હોય છે. આપણે અવાજ કરીએ, તો ડોલ્ફિન બોટની પાછળ પણ આવે છે. – એન. શ્રીવાસ્તવ, ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *