21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના જુદા જુદા શહેરોમાં યોગ શિબિર યોજાય છે જે અંતર્ગત રાજકોટમાં 21 દિવસ સુધી પતંજલિ યોગ સમિતિના હોદ્દેદારો દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં તા.1 જૂનને રવિવારથી નિ:શુલ્ક યોગ શિબિરનો પ્રારંભ થયો છે. જે લોકોમાં યોગની જાગૃતિ લાવવામાં ઉપયોગી બનશે.
21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટના વિવિધ વિસ્તારોમાં યોગ શિબિર દ્વારા યોગ કરવામાં આવશે. રાજકોટ ભારત સ્વાભિમાન, પતંજલિ યોગ સમિતિ અને મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારોમાં યોગ શિબિર યોજાશે. જેમાં 1 જૂનના રોજ આ શિબિર શરૂ થઇ છે જે 5 જૂન સુધી અલ્પાબેન પારેખના માર્ગદર્શન હેઠળ નિ:શુલ્ક આરોગ્ય યોગ કેન્દ્ર, પાટીદાર પેન્થર ગાર્ડન, શિલ્પન આઇકોન સામે, નંદ એમ્પાયરની બાજુની શેરીમાં, વસંત વિહાર, નંદ દર્શનની બાજુમાં, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ ખાતે સવારે 9.30થી 10.30 દરમિયાન યોજાશે. તા. 5થી 9 જૂન સુધી નિશાબેન ઠુંમર દ્વારા ગુંદાવાડી-26, કેતન સિમેન્ટની સામે, હરિદ્વાર પલંગ ચોકમાં આગળ સવારે 5.30થી 7 દરમિયાન યોજાશે. આ ઉપરાંત 5 જૂનને ગુરુવારે બપોરે 4.30થી 5.30 યોગ યોજાશે. પદ્માબેન પંકજભાઇ રાચ્છ દ્વારા, 2-ગીતાનગર, ગુણાતીતાનંદ ભુવન, ધર્મજીવનની બાજુમાં, જલારામ ચોક નજીક રાજકોટ અને તા.8, 9 અને 10 જૂનના રોજ અક્ષર આર્કેડ, શ્રદ્ધાપાર્ક, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કારધામની બાજુમાં, રાજકોટ ખાતે સાંજે 4.30થી 5.30 અને તા.14, 15, 16, 17 જૂનના રોજ ડી-માર્ટ ગાર્ડન, શ્રદ્ધાપાર્ક મેઇન રોડ, રાજકોટ ખાતે સવારે 5.30થી 7 અને ધીરૂભાઇ ઠુંમર દ્વારા તા.6, 7, 8 સવારે 6.30થી 8 અને દ્વારા સાંજે 4.30થી 6 દરમિયાન રણછોડદાસજીબાપુ કોમ્યુનિટી હોલ, ખાતે યોગ શિબિરો યોજાશે.