રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગ સપ્તાહ દર સપ્તાહ વધી રહ્યા છે. તા.2થી 8 સુધીના સપ્તાહમાં ડેન્ગ્યુના અધધ 21 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચિકનગુનિયા અને મલેરિયાના પણ 4-4 કેસ આવ્યા છે. જ્યારે ટાઈફોઈડના 2 અન કોલેરાનો એક કેસ નોંધાયો છે.
રાજકોટ શહેરમાં વરસાદ થંભી ગયા બાદ પાણીનો યોગ્ય નિકાલ ન કરવામાં આવ્યા મચ્છરોના બ્રીડિંગમાં વધારો થયો છે. આ કારણે મચ્છરજન્ય રોગમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. એક જ સપ્તાહમાં 21 કેસ આવ્યા છે ગત સપ્તાહ કરતા એક કેસ ઓછો દર્શાવ્યો છે પણ તેની સામે મલેરિયા અને ચિકનગુનિયાના 4-4 કેસ આવતા મચ્છરજન્ય રોગ ક્રમશ: વધી રહ્યા છે. મનપાના ચોપડે નોંધાયેલો આ આંક તો આરટીપીસીઆર ટેસ્ટનો જ છે આ સિવાય અનેક દર્દીઓ રેપિડ કાર્ડ વચ્ચે ચકાસીને સારવાર કરાય છે જેની રોગના ચોપડામાં નોંધ નથી થતી. પણ, શંકાસ્પદ કેસ ગણીને ત્યાં કામગીરી કરવામાં આવે છે. આવા શંકાસ્પદ કેસ તેમજ તેની આસપાસના ઘરોમાં ફોગિંગ કરવામાં આવે છે આવા એક સપ્તાહમાં 4929 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યા છે. આ આંકથી જ રાજકોટ શહેરમાં રોગચાળો કેટલો પ્રસર્યો છે તેનો અંદાજ આવે છે. જ્યારે ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકોમાં તો માંદગીના કેસ સતત વધી રહ્યા છે. જેની ક્યાંય નોંધ પણથતી નથી.