21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મેઘમહેરની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 15 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ એટલે કે, 15 સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર સુધી માટે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

નવરાત્રિમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે અમદાવાદ માટે આગાહી છે કે, સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે, જેમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં પણ 15 સપ્ટેમ્બર અને પછીના દિવસે 18 અને 19 સપ્ટેમ્બર માટે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હાલમાં ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા પશ્ચિમ દિશાથી છે અને પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં, આગામી 12 કલાક માટે પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં રહેશે અને પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *