રાજકોટ શહેરમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જલજીત સોસાયટીમાં 21 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 21 વર્ષીય આર્યન ભાઈ ઘોડાસરા 29 જૂને પોતાના જલજીત સોસાયટી શેરી નંબર-10માં આવેલા ઘરમાં હતા. જ્યાં અગમ્ય કારણોસર તેમણે ગળેફાંસો ખાઈ લેતા પરિવાર દ્વારા તરત જ 108ને જાણ કરવામાં આવી હતી. જોકે, ફરજ પરના ડોક્ટરે આર્યનભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ બનાવ અંગેની જાણ થતાં માલવીયાનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.