2026નું બજેટ આવશે; BSE-NSEનો નિર્ણય- સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે

દર વર્ષની જેમ આ વખતે પણ 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. જોકે, આ વર્ષે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે, તેમ છતાં શેરબજારમાં સામાન્ય દિવસોની જેમ જ કામકાજ થશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ શુક્રવારે એક પરિપત્ર બહાર પાડીને આ માહિતી આપી છે.

એક્સચેન્જ મુજબ, બજેટના દિવસે રોકાણકારો અને ટ્રેડર્સ બજારની પ્રતિક્રિયા જોઈ શકે તે માટે રવિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સવારે 9:15 વાગ્યાથી ટ્રેડિંગ શરૂ થશે, બપોરે 3:30 વાગ્યા સુધી ચાલશે

BSE અને NSE દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, રવિવાર 1 ફેબ્રુઆરીએ બજારનો સમય એવો જ રહેશે જેવો કાર્યકારી દિવસો (સોમવારથી શુક્રવાર)માં હોય છે. સવારે 9:00 વાગ્યાથી 9:08 વાગ્યા સુધી પ્રી-ઓપન સેશન રહેશે.

ત્યારબાદ સવારે 9:15 વાગ્યાથી નોર્મલ ટ્રેડિંગ શરૂ થશે, જે બપોરે 3:30 વાગ્યા સુધી ચાલશે. ઇક્વિટીની સાથે-સાથે ડેરિવેટિવ્સ (F&O) સેગમેન્ટમાં પણ આ જ સમયે ટ્રેડિંગ થશે.

બજેટ દરમિયાન ઉતાર-ચઢાવને સંભાળવાની તૈયારી સામાન્ય રીતે બજેટના દિવસે શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ (વોલેટિલિટી) જોવા મળે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે બજેટ ભાષણ શરૂ કરશે. નિષ્ણાતોનું કહેવું છે કે બજેટમાં થતી મોટી જાહેરાતો પર રોકાણકારો તરત પ્રતિક્રિયા આપે છે.

જો રવિવારે બજાર બંધ રહ્યું હોત, તો સોમવારે બજાર ખુલતા જ ખૂબ મોટો ગેપ-અપ કે ગેપ-ડાઉન જોવા મળી શક્યો હોત. રવિવારે બજાર ખુલ્લું રહેવાથી રોકાણકારોને પોતાની પોઝિશન મેનેજ કરવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *