ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીનાં દિવસોએ અબોલ પશુઓ, બીમાર, અશક્ત અને તરછોડાયેલા જીવોને સાતા ઉપજે તે માટે જીવદયા માટે સમર્પિત કાર્યકરો આ અબોલ જીવોને ઘાસચારો આપશે. આ સેવાકાર્ય બાપા સીતારામ ગૌસેવા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાશે. તહેવારોના આ દિવસોમાં અલગ અલગ 20 ગૌશાળામાં 2 હજાર મણ જેટલો ઘાસચારો અપાશે.
દાતાઓના સાથ સહકારથી સેવાભાવ અને કરુણા સાથે જીવદયા ગ્રૂપના કાર્યકરો કાર્ય કરે છે. આ વખતે ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીના દિવસોએ જીવદયા ગ્રૂપના મોભી અને જૈન અગ્રણી ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને બાપા સીતારામ ગૌસેવા મંડળના સમીરભાઈ કામદારના સહકારથી આશરે 2 હજાર મણ જેટલો ઘાસચારો 22 ગૌશાળાઓમાં અબોલ જીવોને અર્પણ કરશે. સમગ્ર કાર્યને સફળ બનાવવા જીવદયા ગ્રૂપના કાર્યકરો પ્રકાશ મોદી, હિમાંશુ ચિનોય સહિતના જહેત ઉઠાવી રહ્યા છે.