રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી વરલી મટકાના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી કુલ 1.79 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય સૂત્રધાર મયુરસિંહ ઝાલાના મરલી-મટકાના અડ્ડા પર એકાદ વર્ષ પહેલાં પણ SMCએ દરોડો પાડયો હતો. આજે ફરી દરોડો પાડતા સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ક્લ્બ જુગાર રમાતો હોવાની ભીંતી સેવાઈ રહી છે.
રાજકોટના થોરાળાના ગંજીવાડા વિસ્તારમાં ખુલ્લેઆમ અને ધોળા દિવસે ધમધમતા વરલી મટકાના અડ્ડા પર ગઇકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ દ્વારા દરોડો પાડતા નાસભાગ મચી જવા પામી હતી. જેમાં સ્થળ પરથી મુખ્ય સુત્રધાર મયુરસિંહ ભરતસિંહ ઝાલા સહિતનાઓ ભાગી ગયા હતા, જયારે ચાર આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આ જ સ્થળેથી એકાદ વર્ષ અગાઉ પણ SMCએ મયુરસિંહના વરલી-મટકાના અડ્ડા પર દરોડો પાડયો હતો. હાલમાં 15 દિવસથી અડ્ડો ચાલતો હોવાનું SMCની તપાસમાં સામે આવ્યું છે.