કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલ લોખંડના કારખાનામાં રહી કામ કરતો આયુષ ધનેશ રાઠોડ (ઉં.વ.20) નામના યુવકે પોતાનાં રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આજે સવારે યુવક પોતાનાં રૂમમાંથી બહાર ન નીકળતા તેની માતાએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ યુવકે દરવાજો ન ખોલતાં માતાએ કારખાનાંના માલીકને જાણ કરી હતી. બાદમાં રૂમનો દરવાજો તોડીને જોતા યુવક ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં તાકિદે 108 ને જાણ કરી હતી અને 108ની ટીમે યુવકને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. મૃતક છેલ્લાં ત્રણ વર્ષથી અહી કામ કરતો હતો અને બે ભાઈમાં મોટો હતો. યુવકનાં આપઘાતનું કારણ જાણવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.