20 દિવસમાં ચોથા સ્પામાંથી કુટણખાનું ઝડપાયું

રાજકોટમાં સ્પાના ઓઠા હેઠળ ચાલતા ગેરકાયદેસર ધંધા ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ છે. છેલ્લા 20 દિવસમાં આ ચોથો કિસ્સો છે જેમાં પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના વ્યસ્ત મોટી ટાંકી ચોક વિસ્તારમાં આવેલા એક સ્પામાં દરોડા પાડીને પોલીસે આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને નોર્થ-ઈસ્ટની 9 યુવતીઓને મુક્ત કરાવી હતી. સ્પા સંચાલક દ્વારા ગ્રાહક પાસેથી રૂ. 4100 લઈ યુવતીને રૂ. 3100 અપાતા હતા. આ દરોડાએ ફરી એકવાર શહેરમાં સ્પાના ઓઠા હેઠળ ચાલતા કૂટણખાનાના રેકેટને ઉજાગર કર્યું છે. સેક્સરેકેટ માટે એક્સ્ટ્રા સર્વિસ કોડવર્ડનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ને બાતમી મળી હતી કે મોટી ટાંકી ચોકમાં આવેલા ‘એનો થાઈ સ્પા’માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બાતમીની ખરાઈ કરવા માટે, AHTU ના સ્ટાફે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકે આપેલી માહિતીના આધારે, પોલીસે પ્રતિભા કોમ્પ્લેક્સમાં આવેલા આ સ્પા પર દરોડો પાડ્યો હતો. જેમાં નાગાલેન્ડની 6 અને સિક્કિમની 3 યુવતીઓ મળી આવી હતી. આ ઉપરાંત, 7 જેટલા ગ્રાહકો પણ ત્યાં હાજર હતા, જેમણે પોતે માત્ર મસાજ કરાવવા જ આવ્યા હોવાનું જણાવતા પોલીસે આ ગ્રાહકો સામે કોઈ કાર્યવાહી કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *