2 લાખનું ઓપરેશન RBSK અંતર્ગત ફ્રી કરાયું

સામાન્ય રીતે માનવજીવનમાં શરીરના દરેક અંગનું મહત્ત્વ હોય છે. જો કોઈપણ અંગ ખામીયુક્ત હોય તો જીવનમાં નાની-મોટી તકલીફો પડતી હોય છે. સામાન્ય જીવન ન જીવી શકતાં વિકાસ રૂંધાય છે અને તેથી જીવન પ્રત્યે અણગમો પણ થતો હોય છે. પરંતુ જ્યારે તેનો સમયસર ઈલાજ અને સારવાર થાય તો જીવન આનંદથી જીવી શકાય છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજીના એક મજુરીકામ કરતા પરિવારમાં. ધોરાજીની 3 વર્ષની બાળકીના હોઠ અને તાળવું જન્મજાત તૂટેલા હતા. જે માટે સર્જરીનો ખર્ચ રૂ. 2 લાખ જેટલો થાય છે. જૉકે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ અંતર્ગત આ બાળકીનુ વિનામૂલ્યે સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું અને હાલ આ બાળકી સ્વસ્થ છે.

16 જુલાઈના રોજ RBSKની ટીમે બાળકીનું સ્ક્રિનિંગ કર્યું આજથી 3 વર્ષ પહેલાં તા. 12 જુલાઈ, 2021ના રોજ આ મજુરીકામ કરતા પરિવારમાં એક બાળકીનો જન્મ થયો હતો, પરંતુ બાળકના હોઠ અને તાળવું તુટેલું હોવાથી દીકરીના માતા-પિતા દુઃખી થઇ ગયા હતા. તા.16 જુલાઈના રોજ RBSKની ટીમે આ બાળકનું સ્ક્રિનિંગ કર્યું તેમાં જણાયું કે, આ બાળકી જન્મથી જ ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ (હોઠ અને તાળવું તુટેલ) ખામી ધરાવે છે.

RBSK ટીમે પરિવારને દીકરીના ઓપરેશન માટે સમજાવ્યા RBSK ટીમના ડો.કુલદીપ મેતા અને ધ્રુવી માતરિયાએ ખૂબ જ સહાનુભૂતિપૂર્વક આ પરિવારને સમજાવવાના પ્રયત્નો કર્યા. સમયસર સારવાર કરાવવામાં આવે તો આવા અનેક બાળકોને ક્લેક્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટની ખામી દુર થઈ ગયા હોવાના કિસ્સા- દાખલાઓ પણ તેમને સંભળાવ્યા. જેનબના માતા-પિતાને હિંમત આપવામાં આવી કે ઈલાજ અને સારવારથી જેનબ ખૂબ જ ઝડપથી અન્ય બાળકોની જેમ સુંદર દેખાતી અને જમતી થઈ જશે, પરંતુ જ્યારે ખબર પડી કે સારવારનો દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. મજુરીમાંથી મળતી આવકમાંથી આવડું મોટો સારવારનો ખર્ચ કઈ રીતે પોસાય તેની ચિંતા પેઠી. પરિવારને ફરી RBSK ટીમે સમજાવ્યું કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા આ પ્રકારની ખામીવાળા બાળકોની સારવાર મફત કરવામાં આવે છે, જેથી તમે કોઈપણ જાતની ચિંતા કરશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *