કિશ્તવાડમાં 2 ગ્રામ રક્ષા ગાર્ડ્સની હત્યા!

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અધવારી વિસ્તારમાં આતંકવાદીઓએ 2 ગ્રામ રક્ષા ગાર્ડ્સની હત્યા કરી નાખી છે. માહિતી મળતાં જ પોલીસ અને સેનાએ મુંજાલા ધાર જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, ઓહલી-કુંતવાડાના ગ્રામ રક્ષકો નઝીર અહેમદ અને કુલદીપ કુમાર ગુરુવારે સવારે જ્યારે તેમના ઢોર ચરાવવા ગયા હતા ત્યારે ગુમ થઈ ગયા હતા. સાંજે કુલદીપ કુમારના ભાઈએ જણાવ્યું કે કુલદીપના મૃત્યુની માહિતી મળી છે.

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કાશ્મીર ટાઈગર્સ જૂથે ગ્રામ રક્ષા ગાર્ડ પર હુમલાની જવાબદારી લીધી છે. કાશ્મીર ટાઈગર્સે સોશિયલ મીડિયા પર VDGના મૃતદેહોની તસવીરો શેર કરતા લખ્યું – આ બધું કાશ્મીરની આઝાદી સુધી ચાલુ રહેશે.

બીજી તરફ બારામુલ્લાના સોપોરમાં ગુરુવારે રાત્રે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સેનાના ચિનાર કોર્પ્સે એક્સ પર જણાવ્યું કે બારામુલ્લાના સોપોરના પાણીપુરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો, જેનો સેનાના જવાનોએ પણ જવાબ આપ્યો. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *