મવડીમાં લોખંડના સળિયા ભરેલા છકડોએ એક્ટિવાને અડફેટે લેતા 2 યુવતી ઈજાગ્રસ્ત

રાજકોટનાં મવડી મેઈન રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ પાસે પૂરપાટ ઝડપે આવેલી લોખંડના સળિયા ભરેલા છકડો રીક્ષાએ આગળ જઈ રહેલા એક્ટિવા GJ 03 FE 4368 પર જતી 2 યુવતીને અડફેટે લેતા બંને યુવતીઓ રોડ પર ફંગોળાઈ હતી. જેમાં બંને યુવતીઓને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે મામલે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય બનાવમાં રાજકોટની હુડકો પોલીસ ચોકીની પાછળ નાડોદાનગરમાં રહેતો અને રાજકોટ- અમદાવાદ પાટે ગાડી ચલાવતા યુવાન પાસેથી પેસેન્જરના ભાડાના કમિશનના રૂ.2000ની ઉઘરાણી કરી ધંધાકીય મિત્રએ યુવાનને ગ્રીનલેન્ડ ચોકડીએથી સ્વીફટ કારમાં અપહરણ કરી જૂનાગઢ લઇ જઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઝાપટ મારી ધમકી આપી હતી. યુવાને મોકો જોઇ જૂનાગઢથી ભાગી હેમખેમ રાજકોટ પહોંચી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ,હૂડકો પોલીસ ચોકી પાછળ, નાડોદાનગર, શેરી નં-7 માં રહેતા સંજયભાઇ ભીખાભાઈ રાઠોડ(ઉ.વ.24 )એ બી ડીવીઝન પોલીસ મથકમાં સકીલ રજાકભાઈ દશાડિયા(રહે.શિતલ પાર્ક)નું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.સંજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુ હાલ અર્ટીગા ફોરવ્હીલ કાર રાજકોટ-અમદાવાદ ખાતે ડ્રાયવીંગ કરી પેસેન્જરમાં ચલાવું છું. જેમાં શકીલભાઈ પણ પોતાની સ્વિફ્ટ કાર રાજકોટ-અમદાવાદ પેસેન્જર ભરી પાટે ચલાવે છે. જેથી અમે બન્ને એકબીજાને છેલ્લા એકાદ વર્ષથી ઓળખીએ છીએ.ગત તા.30 મેના રોજ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આશરે બપોરના 4 વાગ્યે હતો. શકીલભાઇ રજાકભાઈ દશાડીયાનો ફોન આવેલો હતો અને મને જણાવેલું કે,સંજયભાઈ તમારે જૂનાગઢનું ભાડું છે તો તમારે જવુ હોય તો જણાવો, તેમ કહેતા મે તેમને હા પાડેલ હતી અને ગ્રાહક પાસેથી રૂ. 6300નું ભાડુ લેવાનું અમો બન્ને વચ્ચે મૌખિક રીતે નક્કી થયું હતું. જેમા રૂ. 2000 શકીલભાઇનું કમીશન મારે તેમને આ ભાડામાંથી આપવાનું નક્કી થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *