સિવિલમાંથી મોકલાયેલા સેમ્પલમાં 2 ચાંદીપુરા પોઝિટિવ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ 9 કેસ નોંધાયા છે. આ પૈકી 5 દર્દીનાં મોત 10 દિવસ પહેલાં નીપજ્યા હતા આ તમામના સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે. 7 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે જેમાંથી 2ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને બાકીના નેગેટિવ આવ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ 9 તારીખે દાખલ કરાયો હતો. ત્યારબાદ અન્ય કેસ પણ આવ્યા હતા આ રીતે દાખલ થયેલા 7 પૈકી 5નાં મોત નીપજ્યા હતા. આ તમામના સેમ્પલ લઈને પુણે મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. બાદમાં વધુ 2 દર્દીઓ પણ દાખલ થતા કુલ 7 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી 5 રિપોર્ટ નેગેટિવ જ્યારે 2 પોઝિટિવ આવ્યા છે. આ 2માં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની 2 વર્ષીય બાળકીની હાલ સારવાર ચાલી રહી છે. આ બાળકીનો પરિવાર મૂળ મહીસાગરનો છે અને થોડા દિવસ પહેલાં કાલાવડ આવ્યા હતા. આ સિવાય 13 વર્ષીય તરુણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેનું થોડા દિવસ પહેલાં મોત નીપજ્યું છે. આ તરુણને મોરબીથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને તે પરપ્રાંતીય પરિવાર થોડા દિવસ પહેલાં જ વતનથી મોરબી આવ્યા હતા.

આ સાત સિવાય બીજા બે દર્દીને રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા હતા જેમાં પડધરી તાલુકાની 7 વર્ષની બાળકી છે. 2 મહિના પહેલાં જ પડધરી કામ માટે આવ્યા હતા અને ત્યારબાદ તબિયત લથડતાં સારવારમાં ખસેડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *