રાજકોટના લાતીપ્લોટ કોર્નર નજીકથી મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ભાવેશ ઘનશ્યામ લાલવાણી (ઉ.વ. 31, રહે. રેલનગર મેઇન રોડ)ને ઝડપી પાડી તેની પાસે રહેલ મોબાઇલમાં તપાસ કરતાં તેમાં ડાયમંડ ફયુચર-9.કલબ નામની આઈડીમાં લાઈવ કસીનોમાં જુગાર તેમજ વોટ્સએપ મારફતે ઈંગ્લેન્ડ અને ભારતની વનડે મેચમાં હારજીતનો જુગાર રમતો હોવાનું સામે આવતા આરોપીની ધરપકડ કરી આઈડી કયાંથી મેળવી તે અંગે તપાસ શરૂ કરી હતી.
જયારે અન્ય એક દરોડામાં યુનિવર્સિટી પોલીસ દ્વારા સાધુ વાસવાણી રોડ પર આવેલ પટેલ પાન પાસેથી યશ બાબુ ડોબરીયા (ઉ.29) રહે. તાલાળાને ઝડપી પાડી તેની પાસે રહેલ મોબાઈલમાં તપાસ કરતા તેમાં ધ ટાઈગર 247 નામની સાઈટ પર આઈડી બનાવી તેમાં ભારત ઈંગ્લેન્ડની વનડે મેચમાં યુઝર્સ નેમ અને પાસવર્ડ મારફતે ઓનલાઈન બેલેન્સ મેળવી ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી તપાસનો ધમધમાટ આદર્યો હતો.